Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : After the collector, now the problems of additional collectors and chitnis will increase

Surendranagar NA કૌભાંડમાં EDના ધામા; કલેક્ટર બાદ હવે અધિક કલેક્ટર અને ચીટનીસની વધશે મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar NA કૌભાંડમાં EDના ધામા; કલેક્ટર બાદ હવે અધિક કલેક્ટર અને ચીટનીસની વધશે મુશ્કેલી
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં જમીન NA પ્રકરણ મુદ્દે ચાલી રહેલી તપાસ ફરી એકવાર તેજીમાં આવી છે. મોડી રાતથી EDએ જિલ્લામાં ધામા નાખ્યા હોવાની પ્રબળ શંકાને પગલે સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ જેલમાં છે, ત્યારે હવે આ કૌભાંડમાં અધિક કલેક્ટર આર.કે.ઓજા અને ચીટનીસ મયુર દવેની મુશ્કેલીઓ વધી શકે છે.

App Store

તપાસ એજન્સીઓને જપ્ત કરેલા સાહિત્યમાંથી આ બંને અધિકારીઓની સંડોવણીના પુરાવા મળ્યા છે. જેમાં જમીન NA કરાવવા પેટે આર.કે.ઓજા 25 ટકા અને મયુર દવે 10 ટકા કટકી લેતા હોવાનું સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ એજન્સીઓ બંનેના નિવાસસ્થાને દરોડા પાડી તેમની ધરપકડ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના આ મોટા ખુલાસાથી સમગ્ર ગુજરાતના મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.