Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : After rains suitable for sowing in Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરમાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતર વધ્યું

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કૃષિ કામગીરીમાં વેગ આવ્યો છે. માત્ર છેલ્લા ચાર દિવસમાં જ જિલ્લામાં 1.16 લાખ હેક્ટર જમીન પર વાવેતર નોંધાયું છે, જે ગત શુક્રવારના 1.14 લાખ હેક્ટરના આંકડા કરતા નોંધપાત્ર વધારો છે. ખેડૂતોએ મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને પ્રાથમિકતા આપી છે, તેની સાથે ચોટીલા તાલુકાના ખેડૂતોએ 3 હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર કરીને એક નવતર પ્રયોગ પણ શરૂ કર્યો છે. સારો વરસાદ થતા સમગ્ર જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે, જેનાથી આગામી સમયમાં કૃષિ ઉત્પાદન સારું થવાની આશા સેવાઈ રહી છે.

App Store