VIDEO: ધ્રાંગધ્રાના મેથાણ ગામે બેન્ક મેનેજરે રૂ. ૧.૭૨ કરોડની ઉચાપત કરી, મરણ પામેલા મહિલાના નામે લોન લીધી
સોર્સ : gstv
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિ દ્વારા આશરે 1 કરોડ 72 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.... મેનેજરે ૬૭ જેટલા બેનામી ખાતા ખોલીને અને મૃતક મહિલાને જીવિત દર્શાવીને ખોટી લોન પાસ કરી બેન્ક સાથે વિશ્વાસઘાત કર્યો છે....વ્યાજ સહિત આ રકમ 2 કરોડથી વધુ થાય છે. આ મામલે દિલીપ ચાવડા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ ઇન્ચાર્જ ચુડાસમાએ કલમ ૩૧૬(૫), ૩૧૮(૪) સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.

