Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 15 days given to save school amid allegation of trust negligence

VIDEO: ટ્રસ્ટની બેદરકારીના આક્ષેપ વચ્ચે શાળા બચાવવા 15 દિવસની મુદત અપાઈ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલ બંધ કરવાના મામલે શિક્ષણ વિભાગનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. શાળા બંધ થવાના મુદ્દે શિક્ષણ વિભાગ અને વઢવાણ કેળવણી મંડળ સામસામે આવી ગયા છે. શિક્ષણ વિભાગે ટ્રસ્ટની બેદરકારીને શાળા બંધ થવા પાછળનું કારણ ગણાવ્યું છે. વિભાગના જણાવ્યા મુજબ, ટ્રસ્ટ સંચાલકોને જૂની શાળા ચલાવવામાં રસ ન હોવાનું તેમજ પ્રિન્સિપાલ અને શિક્ષકોની કામગીરી નબળી હોવા છતાં ટ્રસ્ટ દ્વારા સમયસર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે શાળા શરૂ રાખવા માટે ટ્રસ્ટને વધુ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં જરૂરી વિદ્યાર્થી સંખ્યા પૂર્ણ કરવામાં આવશે તો શાળા ચાલુ રાખી શકાશે. હવે ટ્રસ્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

App Store