VIDEO: વઢવાણની 141 વર્ષ જૂની દાજીરાજ હાઇસ્કૂલ બચાવવા યુવકોનું અન્નશન શરૂ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણમાં 141 વર્ષ જૂની દાજીરાજ હાઇસ્કૂલ બચાવવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. શાળા બંધ કરવાના નિર્ણયના વિરોધમાં યુવકો દાજીરાજ હાઇસ્કૂલ ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. વઢવાણ કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાને કારણ દર્શાવી શાળા બંધ કરવાની ભલામણ શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. દાજીરાજ હાઇસ્કૂલ સૌરાષ્ટ્રની સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની શાળાઓમાંની એક તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શાળા બંધ કરવાના નિર્ણય સામે મોડી રાત્રે યોજાયેલી બેઠક બાદ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી શાળા બંધ નહીં થાય તેની લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી યુવકો અન્નશન ચાલુ રાખશે. દાજીરાજ હાઇસ્કૂલના અસ્તિત્વને લઈને હવે આંદોલન ઉગ્ર બનવાના એંધાણ છે.

