VIDEO: સુરેન્દ્નનગરના વઢવાણની સંખ્યાબંધ ઐતિહાસિક ઈમારતો જર્જરિત હાલતમાં, શહેરીજનોનો રોષ ભભૂકી ઉઠ્યો
સુરેન્દ્રનગરના વઢવાણના ઐતિહાસિક વારસા અને ઈમારતોની જાળવણી ન થતા વઢવાણ વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે..જાળવણીના અભાવના પગલે વઢવાણમાં આવેલા ઐતિહાસિક ગઢ અને વાવો જર્જરીત બની છે.રાજા રજવાડાઓએ બંધાવેલા ગઢ અને જે તે સમયે વઢવાણને પીવાનું પાણી પૂરું પાડતી વાવોની હાલત પણ ખરાબ બની જાય છે.
એક સમયે પીવાનું પાણી વઢવાણ વાસીઓને આ વાવો માંથી પૂરું પાડવામાં આવતું
એક સમયે પીવાનું પાણી વઢવાણ વાસીઓને આ વાવો માંથી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલ આ વાવોમાં કચરો તેમજ પૌરાણિક બાંધકામો તૂટી પડવા લાગ્યા છે..1400 વર્ષ પહેલા બંધાવવામાં આવેલી માધાવાવમાં ગંદકીનું સામ્રાજ્ય થયું હતું.
સુરેન્દ્રનગર વાસીઓ પાલિકા સામે આક્રોશ ઠાલવી રહ્યા છે
સુરેન્દ્રનગર વાસીઓ પાલિકા સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતા વારસાની જાળવણી થાય તેવી માંગ કરવામાં આવી છે.

