VIDEO: વઢવાણ મેળામાં રાઈડ પરથી પડતાં 12 વર્ષની બાળકીનું મોત, કાર્યવાહી સામે સવાલ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ મેળામાં રાઈડ પરથી પડી જતાં 12 વર્ષની નિહારિકા પરમારનું મોત થતાં ચકચાર મચી છે. મૃતક બાળકી પોલીસકર્મીની પુત્રી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે મેળાની રાઈડના સંચાલન અને પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. આક્ષેપ છે કે કેટલીક રાઈડ માટે પોલીસે મંજૂરી આપી ન હોવા છતાં તેનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું હતું. મોતના કૂવા માટે પણ પરમિશન ન હોવા છતાં તે શરૂ રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે રાઈડમાં દુર્ઘટના બની, તેનું ચેકિંગ અને ત્યારબાદ તેને બંધ કરાવવાની કાર્યવાહી કેમ ન થઈ તે અંગે સવાલો ઉઠ્યા છે. 12 વર્ષની બાળકીના મોત બાદ પણ મેળો શરૂ રાખવામાં આવતા પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

