VIDEO: તાપીના કુકરમુંડામાં ગણેશ વિસર્જન દરમિયાન નાચવા બાબતે ઝઘડામાં યુવકની ગળું દબાવી હત્યા
સોર્સ : gstv
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. યાત્રામાં બેન્ડના તાલ પર નાચતી વખતે પગનો અંગૂઠો દબાઈ જવા જેવી નજીવી બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં આરોપી વિશાલ પાડવીએ કુકરમુંડાના રાજપુર ગામના ૨૧ વર્ષીય યુવક શંકર વળવીનું ગળું દબાવી દીધું હતું. ગંભીર હાલતમાં યુવકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ કુકરમુંડા પોલીસે સ્થળ પર પહોંચી આરોપી વિશાલ પાડવી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

