Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man was cheated in the name of a Canadian visa

કેનેડાના વીઝાના નામે યુવક સાથે છેતરપિંડી, 10 લાખ લઈ દુબઈ ઉતારતા પી લીધી ઝેરી દવા

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કેનેડાના વીઝાના નામે યુવક સાથે છેતરપિંડી, 10 લાખ લઈ દુબઈ ઉતારતા પી લીધી ઝેરી દવા

સુરતના કતારગામની લક્ષ્મી એન્કલેવમા સીઇસી માઇગ્રેશન નામે વીઝાની ઓફિસ ચલાવતા ત્રણે છેતરપિંડી કરી હતી. કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું કહી 10 લાખ પડાવી લઈ દુબઈ લઈ ગયા હતા.જ્યાંથી થોડા સમય બાદ પરત ફરેલા યુવકે રકમની માંગણી કરતા પૈસા પરત નહી મળતા આર્થિક રીતે સદ્ધર નહી એવા યુવકે ટેન્શનમાં આવી જંતુનાશક દવા પી લેતા સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવાયો હતો.ભોગ બનેલા યુવકે ત્રણેય સામે કામરેજ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી.

App Store

આ પણ વાંચોઃ સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ઘમાસાણ, 11 મહિના માટે કોર્પોરેટર બનવા ભાજપના 22થી વધુ દાવેદારો મેદાને

રોકડા-ચેકથી રૂપિયા આપ્યા

કામરેજના નનસાડ ખાતે રહેતા 29 વર્ષીય યુવક છૂટક નોકરી કરે છે. કતારગામ વિસ્તારમા આવેલી સીઇસી માઈગ્રેશન નામક ઓફિસના દિપક સાવલીયા,આશિષ મોવલીયા તેમજ દિવ્યા મોવલીયાને ગત વર્ષ 2023ના નવેમ્બર માસમાં કેનેડા નોકરી માટેના નનસાડના યુવકે 8 લાખ રોકડા તેમજ 2 લાખ ચેક મારફતે મળી 10 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ યુવકને વાયા દુબઈ કેનેડા લઇ જવાની વાત કરી હતી. 

સતત ટેન્શનમાં રહેતો

કેનેડાના બદલે દુબઈ ખાતે લઈ જવાયો હતો.જ્યાં યુવક થોડા મહિનાના રોકાણ બાદ ભારત પરત ફર્યો હતો.પરત ફરેલા યુવકે ત્રણેય પાસે રકમ પરત માંગતા ફકત 2 લાખ આવ્યા હતા બીજી રકમ પાછી મળી ના હતી.પોતાની આર્થિક પરિસ્થતિ સારી ના હોય સતત ટેન્શનમા રહેતા યુવકે પોતાના રહેઠાણ સ્થળે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.ઘટનાને પગલે તેને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવાયો હતો.