Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 22 BJP contenders in the fray to become corporator for 11 months

સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ઘમાસાણ, 11 મહિના માટે કોર્પોરેટર બનવા ભાજપના 22થી વધુ દાવેદારો મેદાને

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ઘમાસાણ, 11 મહિના માટે કોર્પોરેટર બનવા ભાજપના 22થી વધુ દાવેદારો મેદાને

સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થાય છે. આ ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. આ પેટા ચૂંટણીમાં ભાજપના નિરીક્ષકો ભાજપ કાર્યાલય આવ્યા હતા. જ્યાં બપોર સુધીમાં 22 થી વધુએ દાવેદારી કરી છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં વોશિંગ મશીનમાંથી ધડાકાભેર છઠ્ઠા માળે ઘરમાં લાગી આગ, NRI યુવતીનો સહારો બન્યુ ACનું કમ્પ્રેશર


મૃતક કોર્પોરેટરના પુત્રની પણ દાવેદારી

પાલિકાના વોર્ડ નં 18 (લિંબાયત-પરવટ)ના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે સુરત પાલિકાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છીએ. આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર માટે ભાજપ દ્વારા કયાવત શરૂ કરવામાં આવી છે.  આજે વોર્ડનં 18 ની એક બેઠક પરથી ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ બે નિરીક્ષકો ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સુરત આવ્યા હતા. સવારના 11 વાગ્યાથી ઉમેદવારોને સાંભળવાનો દૌર શરૂ થયો હતો. બપોર સુધીમાં 22થી વધુ કાર્યકરોએ આ બેઠક માટે દાવેદારી કરી છે. જેમાં મૃતક ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના પુત્રએ પણ દાવેદારી કરી છે. 

ત્રિકોણીય જંગની શક્યતા

અત્રે ઉલ્લેખનીય છે કે એક લાખ જેટલા મતદાર ધરાવતા આ વોર્ડમાં 25 હજાર જેટલા લધુમતિ મતદારો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ-આપ દ્વારા પણ ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેના કારણે આ પેટા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ થાય તેવી શક્યતા છે.