Surat News: યોગા અને વોલીબોલ કલસ્ટર ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના 600 વિદ્યાર્થી લેશે ભાગ

સુરતના અલથાણ વિસ્તાર માં આવેલ ડી.સી પટેલ નવનિર્માણ કેમ્પસ, સી.બી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી ( CBSE BOARD ) માં પ્રથમ વખત ક્લસ્ટર ટુર્નામેન્ટ - ૨૦૨૫ યોજાશે.આગામી તારીખ 31મી જુલાઈ થી 3 ઓગસ્ટ,2025 સુધી નેશનલ યોગા ટુર્નામેન્ટ યોજાશે.યોગા ટુર્નામેન્ટ માં ભારત દેશ વેસ્ટ ઝોન ( ગુજરાત, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાન ) માંથી કુલ 600 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.જેમાં વિવિધ અંડર 14,17,19 Age કેટેગરીમાં છોકરો - છોકરી ભાગ લેશે. સુરત શહેર ના કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે.
તારીખ 5 થી 8 ઓગસ્ટ,2025 સુધી વોલી બોલ ક્લસ્ટર ટુર્નામેન્ટ યોજાશે, જેમાં કુલ 60 થી વધુ ટીમ, સુરતની 20 થી વધુ ટીમ, અને સુરત બહાર 40 થી વધુ ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં 650 થી વધુ ખેલાડીઓ જેમાં વિવિધ અંડર 14,17,19 Age કેટેગરીમાં છોકરો - છોકરી ભાગ લેશે.
આ બન્ને ટુર્નામેન્ટ શાળા ના કેમ્પસ માં જ યોજાશે.
ડી.સી પટેલ નવનિર્માણ કેમ્પસ, સી.બી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી ના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગિજુભાઈ પટેલ ના સાથ સહકાર થી આ પ્રથમ વખત ના પ્રયાસ સફળ બન્યો છે. નંદુબા ઇંગલિશ એકેડેમી ની પ્રિન્સિપલ ડોકટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે તેમના દ્વારા દિલ્હી ખાતે CBSE BOARDના
સ્પોર્ટસ હેડ ડોકટર મનજીત સિંહ ને મળીને રજુયાત કર્યા પછી આ મહત્વ નો નિર્ણય લેવાયો, કારણ કે તેઓ દ્વારા નંદુબા ઇંગલિશ એકેડેમી ના કેમ્પસ ની તપાસ તેમજ તમામ સુવિધા ઉપલબ્ધ છે તેવું નીરક્ષણ કરી આ ક્લસ્ટર ટુર્નામેન્ટ ની મંજુરી આપવામાં આવી છે.

