Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fire breaks out on the third floor of a high-rise building

VIDEO: Suratમાં હાઈરાઈઝ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી આગ, ફસાયેલા 4 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં આગના બનાવો સતત બનતા રહે છે. ત્યારે જ્હાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણો દેવી બ્લૂ હિલ્સ હાઈરાઈઝના B બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગ વિકારળ બની ગઈ હતી. જેથી તાત્કાલિક 3.26 કલાકે ફાયર કંટ્રોલમાં જાણ કરી દેવામાં આવી હતી. જેથી મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડીઓ આગ બૂજાવવા માટે ઘટના સ્થળે રવાના થઈ હતી. 

App Store

લેડરનો ઉપયોગ કરાયો

આગની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી hydrolic પ્લેટફોર્મ પણ રવાના કરવામાં આવ્યું હતું. વેલ . ઘટના સ્થળે B બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 04 લોકોને કઢાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર એન્જિન 302 માળની પાછળ આવેલ ગેલેરીની નીચે લાવીને B 302માં ફસાયેલા લોકોને કાઢવા ફાયર એન્જિન ઉપર 35 ફીટની ફાયર ledders લગાવીને ફાયરના જવાનોએ કામગીરી કરી હતી.

જીવ બચાવવા ગેલેરીમાં જતાં રહ્યાં

ફાયરબ્રિગેડ દ્વારા વિનોદભાઈ પટેલ ઉ. વર્ષ 48,  માયાબેન વિનોદભાઈ પટેલ, ઉ  વર્ષ  47, નંદન વિનોદભાઈ પટેલ  ઉ વર્ષ 26 તથા કશ્યપ વિનોદભાઈ પટેલ ઉ  વર્ષ 22 ને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતારવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આગ કિચનના ભાગે લાગવાના કારણે સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેથી લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતા ઘરની ગેલેરીમાં જતાં રહ્યાં હતાં. ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ  કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

 

ટોપિક્સ:suratfire breaksrescue