Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat SOG raids, seizes over 2,000 kg of suspicious ghee

VIDEO: સુરત SOGએ દરોડા પાડીને 2 હજાર કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી એક ગોડાઉનમાંથી ૨૦૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી અને ૧૭૦૦ કિલો રો-મટીરીયલનો જથ્થો કબજે કર્યો છે.

App Store

આ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી

આ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘીના વિવિધ સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ડુપ્લીકેટ હોવાની આશંકા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે.