Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO/ SURAT; EVM machine malfunctions in ward number 21,

VIDEO/ SURAT; વોર્ડ નંબર 21માં EVM મશીન ખોટકાયું, મતદારોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત: ડાયમંડ સિટી સુરતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે વહેલી સવારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતના વોર્ડ નંબર 21માં આવેલા બુથ નંબર 88 પર EVM મશીન અચાનક બંધ પડી જતાં મતદાન પ્રક્રિયા અટકી પડી હતી.

મતદારોમાં રોષ અને તંત્રની કાર્યવાહી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચેલા નાગરિકોને મશીન બંધ પડવાને કારણે લાંબો સમય રાહ જોવી પડી હતી, જેનાથી મતદારોમાં થોડી નારાજગી જોવા મળી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે બીજા EVM મશીનની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરી હતી.

25 મિનિટનો વધારાનો સમય ફાળવાશે આ મામલે સ્થાનિક પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે જે સમય બગડ્યો છે તેની ભરપાઈ કરવામાં આવશે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ બુથ પર મતદાનના અંતિમ સમયે 25 મિનિટનો એક્સ્ટ્રા સમય આપવામાં આવશે, જેથી કોઈ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.

હાલમાં નવા મશીન સાથે મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ કાફલો પણ તૈનાત છે.

 

App Store