Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Reality check: Gogo Paper is being sold unhindered on an online app in Surat

VIDEO: સુરતમાં ઓનલાઈન એપ પર ગોગો પેપરની બેરોકટોક વેચાણ થતું હોવાનું રિયાલિટી ચેક

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: શું તમે કલ્પના કરી શકો છો કે ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના બ્લિન્કિટ ડિલિવરી થઈ રહ્યા છે? સુરત શહેરમાં હાલ એક ચોંકાવનારું રિયાલિટી ચેક સામે આવ્યું છે જેણે પોલીસ પ્રશાસન અને વાલીઓની ઊંઘ હરામ કરી દીધી છે. જ્યારે પોલીસ રસ્તા પરના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી રહી છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન ડિલિવરી એપ્સ 'છૂપો ડ્રગ ડીલર' બનીને બેરોકટોક 'ગોગો પેપર' સપ્લાય કરી રહી છે.

App Store

ઓર્ડર આપ્યાની માત્ર 10 મિનિટમાં જ ડિલીવરી બોય ગોગો પેપરનું પેકેટ લઈને પનાસ ગામ હાજર થઈ ગયો.જીએસટીવીના રિપોર્ટર સહીશ જગતાપે સુરતમાં બ્લિન્કિટ એપ પર માત્ર 'Rolling Paper' અથવા 'Gogo' સર્ચ કરી ઓર્ડર કર્યો. માત્ર 10 મિનિટમાં જ ડિલિવરી બોય ગોગો પેપરનું પેકેટ લઈને પનાસ ગામ ખાતે સરનામે હાજર થઈ ગયો. પોલીસની મહેનત પર ડિજિટલ પાણી ફરી વળ્યું.'ઉડતા સુરત' બનતા વાર નહીં લાગે.

ડિલીવરી બોય સાથે GSTVની ટિમ દ્વારા સ્ટિંગ કરવામાં આવ્યું હતું. ડિલીવરી બોય દ્વારા જણાયું દિવસના 10થી 20 ગોગો પેપરનું વેચાણ કરવામાં આવતું હોય છે. સૌથી વધારે ગોગો પેપરનો રાત્રે દરમિયાન વેચાણ થતું હોય છે, વધુમાં જણાવ્યું કે ગોગો પેપર રાત્રિ દરમિયાન યુવતીઓ gogo પેપરની ખરીદી કરતી હોય છે.