Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Now officials in Surat will do 'car sharing', Municipal Corporation takes important decision

VIDEO: સુરતમાં હવે અધિકારીઓ કરશે 'કાર શેરિંગ', મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ અમલમાં મૂકીને એક મહત્વનો અને અનુકરણીય નિર્ણય લીધો છે. ઈંધણની બચત કરવાના આશય સાથે મનપાએ હવે તેના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પ્રાઈવેટ કારની સુવિધામાં ફેરફાર કર્યો છે.

App Store

નવા નિર્ણય મુજબ, હવેથી અધિકારીઓએ ઓફિસના કામકાજ માટે વ્યક્તિગત કારને બદલે "કાર શેરિંગ" પદ્ધતિ અપનાવવાની રહેશે. આ નિર્ણય હેઠળ, હવે એક કારમાં માત્ર એક અધિકારી જવાને બદલે ચાર અધિકારીઓ સાથે મળીને મુસાફરી કરશે. SMCના આ પગલાથી વાહનોની સંખ્યામાં ઘટાડો થશે, જેના સીધા પરિણામે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં મોટો ઘટાડો જોવા મળશે.