VIDEO: સુરત શહેર પોલીસની ઉમદા કામગીરી, 140થી વધુ હિસ્ટ્રીશીટરો માટે ખાસ પરેડ-કાઉન્સિલિંગનું આયોજન
સોર્સ : gstv
સુરત શહેર પોલીસ દ્વારા નાર્કોટીક્સના ગુનામાં પકડાયેલા અને જામીન પર મુક્ત થયેલા 140થી વધુ હિસ્ટ્રીશીટરો માટે એક ખાસ પરેડ અને કાઉન્સિલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમે તમામ આરોપીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ફરીથી નશીલા પદાર્થોની પ્રવૃત્તિમાં સંડોવણી જણાશે તો જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
આ કાર્યક્રમમાં 12 વર્ષ જેલની સજા કાપી ચૂકેલા મોહમ્મદ સલીમ નામના વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવતા સ્વીકાર્યું હતું કે, ડ્રગ્સની એક ભૂલને કારણે તેનો પરિવાર બરબાદ થઈ ગયો અને બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું. જે સાંભળી ત્યાં હાજર અન્ય ગુનેગારોની પણ આંખો ખુલી ગઈ હતી.

