VIDEO: SURAT/ રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના
સોર્સ : gstv
સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ એકવાર આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રખ્યાત અભિષેક માર્કેટના પહેલા માળે આવેલી એક સાડીની દુકાનમાં અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. માર્કેટમાં ધુમાડાના ગોટેગોટા દેખાતાં જ વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને માત્ર ૧૦ જ મિનિટમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે એક બહુ મોટી હોનારત થતાં અટકી ગઈ છે અને સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

