Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Is Surat Municipal Corporation's 'Blue Bus' dangerous for passengers? GSTV's reality check finds piles of flat tires at Bhestan workshop

VIDEO: સુરત પાલિકાની 'બ્લુ બસ' મુસાફરો માટે જોખમી? GSTVના રિયાલિટી ચેકમાં ભેસ્તાન વર્કશોપ પર ફાટેલા ટાયરોનો ખડકલો મળ્યો

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવા, જે બ્લુ બસ તરીકે ઓળખાય છે, તે છેલ્લા કેટલાક સમયથી તેના ખખડધજ ટાયરોને કારણે વિવાદમાં છે. સોશિયલ મીડિયા પર ઘસાયેલા અને ફાટેલા ટાયરો સાથે દોડતી બસોના વીડિયો વાયરલ થયા બાદ, GSTVની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

App Store

ભેસ્તાન વર્કશોપ પર ટાયરોના ઢગલા
GSTV દ્વારા સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા વર્કશોપ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જોવા મળ્યું કે, અનેક બસોમાં ટાયરો સાવ ઘસાઈ ગયા હતા, તો કેટલીક બસોમાં ફાટેલા ટાયરો સાથે જ તેને રસ્તા પર ઉતારવામાં આવતી હતી. વર્કશોપના પરિસરમાં પણ આવા ફાટેલા ટાયરોનો મોટો જથ્થો જોવા મળ્યો હતો, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલ ઉભા કરે છે.

તંત્રનો બચાવ અને કામગીરી
વીડિયો વાયરલ થયા બાદ અને મીડિયાના દબાણના કારણે ડેપોના સુપરવાઈઝર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. સુપરવાઈઝરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 15થી 20 જેટલા નવા ટાયરો નાખવામાં આવ્યા છે અને જે બસોના ટાયર ખરાબ છે તેને બદલવાની પ્રક્રિયા ચાલુ છે. વધુમાં, બસ ડ્રાઇવરોને પણ કડક સૂચના અપાઈ છે કે જો બસની સ્થિતિ ખરાબ હોય અથવા ટાયર જોખમી લાગે તો તેને તાત્કાલિક વર્કશોપ પર લાવવી.