Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Huge uproar in lawyers' general meeting in Surat court, meeting dismissed

VIDEO: સુરતની કોર્ટમાં વકીલોની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો, બેઠક બરખાસ્ત કરાઈ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત કોર્ટ ખાતે યોજાયેલી વકીલોની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાતા બેઠક બરખાસ્ત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે વર્ષથી રાહ જોવાતી સામાન્ય સભામાં એજન્ડા મંજૂર થાય તે પહેલાં જ વકીલોના બે જૂથો સામસામે આવી ગયા હતા. દસ વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજવાની જાહેરાત વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. મહિલા વકીલો માટે અલગ કમિટી બનાવવાની માંગ પણ ઉઠી હતી. નવી કોર્ટ બિલ્ડિંગ કમિટીની રચના અને હાલની બોડીની સમય મર્યાદા મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા અસંતોષ ફેલાયો હતો. સમગ્ર ઘટનાથી કોર્ટ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

App Store
ટોપિક્સ:surat newsgstv news