VIDEO: સુરતના કોસાડ રોડ પર આવેલી ઈમારતમાં આગનો બનાવ,એકનું મોત
VIDEO: સુરત શહેરના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડ પર આજે રવિવારે સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો. જેમાં ન્યૂ કોસાડ રોડ પર આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા નૅઈલ પોલીશના કારખાનમાં આગ ફાટી નીકળી હતી. આગ વધુને વિકરાળ બની હતી. આગ અંગેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગને લીધે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી. લોકોનાં ટોળાં પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
સુરત મનપાના ફાયર બ્રિગેડ દ્વારા નૅઈલ પોલીશના કારખાનામાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે સૂતેલા વોચમેન મળી રહ્યો ન હતો. દરમિયાન આગ થોડી કાબૂમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળ્યો હતો. જો કે, તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે વોચમેનને મૃત જાહેર કર્યો હતો. આગને કાબૂમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો.

