VIDEO: પાણીની વિપુલ આવકથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, પુલ બનાવવાની માંગ ઉઠી
સોર્સ : GSTV
VIDEO: સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા એક એઠવાડિયાથી સતત ભારે વરસાદને લીધે તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશ્વો નદીમાં ભરપૂર પાણીની આવક થતા નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જેના લીધે રામપુરથી આંત્રોલીનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સતત ત્રણ દિવસથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે.
પાણીની ભારે આવકને લીધે વાહન વ્યહાર બંધ કરાતા વાહનચાલકો અટવાઈ પડયા છે. ખેડૂતોને ખેતરમાં જવાનું બંધ થયું છે. જેથી મેશ્વો નદી પર નવો પુલ બનાવવાની ગ્રામજનોની માંગ ઉઠી છે. ગામના બીજા છેડે આવેલા ખેતરો વચ્ચે નદીનો પાણીનો પ્રવાહ ભયજનક હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં ઘાસચારો લાવી શકે તેમ નથી. નદીના વચ્ચેના ડીપ પર પાણી ફરી વળતા રાહદારીઓને સામે જવું મુશ્કેલ બન્યું છે.

