Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: BJP protests in Nanpura, Surat over Congress's abusive remarks against PM Modi's mother in Bihar

VIDEO: બિહારમાં કોંગ્રેસ દ્વારા PM મોદીના માતાને અપશબ્દ અંગે સુરતના નાનપુરામાં ભાજપનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બિહારમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ પ્રચારના ઓઠા હેઠળ ગમે તેવા નિવેદનો અને ભાષણો આપી દેતા હોય છે. આ દરમ્યાન બિહારમાં કોંગ્રેસ દ્વારા પીએમ મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવાનો વિરોધ થયો છે.

App Store

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમ્યાન મામલો બિચકતા જાહેરમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભાજપના કાર્યકરોએ પૂતળા દહન કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ ઠાલવ્યો હતો. આ દરમ્યાન મામલો વધુ ઉગ્ર બનતા ચાંપતો બંદોબસ્તમાં રહેલી પોલીસે મામલો સંભાળ્યો હતો.