Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: 7.20 spent on castration and vaccination of stray dogs in Surat in 5 years

VIDEO: સુરતમાં તંત્રએ 5 વર્ષમાં રખડતા કુતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ ખર્ચ્યા 7.20 કરોડ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રખડતા કુતરાઓના નિયંત્રણ માટે ખસીકરણ અને રસીકરણની આક્રમક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 58 હજારથી વધુ કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ 7.20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. અધધ ખર્ચ કરીને સુરતમાં 58 હજાર કુતરાઓનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામગીરીની જાણે ‘રિવર્સ ઈફેક્ટ’ થઈ હોય તેમ સુરતમાં કુતરાઓની સંખ્યામાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. સુરતના રસ્તાઓ પર કુતરાઓના ટોળાઓનો આતંક અને દિવસેને દિવસે વધુ આક્રમક બનતા સુરત મહાનગરપાલિકાની કામગીરી જાણે કાગળ પર જ હોય તેમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. 

App Store