VIDEO: મુસ્લિમ પરિવારની ગરબાની માટલીઓની અનોખી કારીગરી
સોર્સ : gstv
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં માતાજીના ગરબા માટે સુશોભિત માટલીઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોહમ્મદ સાજિદ શેખ અને તેમનો પરિવાર છેલ્લા ત્રણથી ચાર પેઢીઓથી અનોખી ડિઝાઇનવાળી માટલીઓ બનાવવાની કારીગરી કરે છે. નવરાત્રી માટે માટલીઓ તૈયાર કરવાનું કામ ત્રણથી ચાર મહિના અગાઉથી શરૂ કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ રંગો, સ્ટોન, લેસ અને ડાયમંડ વર્કથી નવીન ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બજારમાં માટલીઓની કિંમત 50થી 500 રૂપિયા સુધીની છે અને સુરત સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો સપ્લાય કરવામાં આવે છે. આ વર્ષે ઓર્ડર વધુ મળતાં અંદાજે 10 કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

