કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સુરત ગુજરાત સહિત પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર

સુરતમાં કેન્સર હોસ્પિટલના અનાવરણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં. તેમણે કેન્સર હોસ્પિટલની મુલાકાત અને નિરીક્ષણ કર્યા બાદ સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સુરત ગુજરાત સહિત પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. જેને પગલે વસતી વધતી જાય છે. તેમ છતાં સુરત સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત
110 બેડની હોસ્પિટલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં નવું છોગું હોસ્પિટલ રૂપે ઉમેરાયું છે. બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે. આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં રેડીએશન થેરાપી, કીમો થેરાપી, કેન્સર સર્જરી, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સરરેહબીલીટેશન, ડાયટ અને ન્યુટ્રીશન એમ્યુનો થેરાપી દર્દીઓને મળશે.
વડાપ્રધાનની દૂરંદેશી
ગૃહમંત્રીએ ક્હ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો કામો કર્યા છે. જેમાં મને ગમતું સૌથી મોટું કામ એટલે મા કાર્ડ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ છે. જેના કારણે ગરીબોની સેવાઓ અત્યાધુનિક હોસ્પિટલમાં થઈ રહી છે. પાંચ લાખ સુધીની સારવાર મફતમાં થઈ રહી છે. 60 કરોડ લોકોને આ યોજનાઓમાં સામેલ કરાયા છે. 70 વર્ષથી ઉપરના લોકો માટે 10 લાખ સુધીની સારવાર આ યોજનામાં થઈ રહ્યું છે. ઈલાજ વગર કોઈનું મોત ન થાય તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 1.75 લાખ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યાં છે. જેમાં 317 કરોડ લોકોએ મફત સારવાર મેળવી છે.

