VIDEO: ઉધનામાં બે દિવસ પહેલા આવેલા પ્રેમી યુગલે ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સોર્સ : gstv
સુરતના ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા જ ભાગીને આવેલા પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ બંને પ્રેમીઓ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને અચાનક આત્યંતિક પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને કબજે કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને મૃતકો સુરત બહારથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

