Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Tribal girl was lured into a love trap and converted, family forced to change religion for marriage

Surat news: આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવ્યું, લગ્ન માટે પરિવારને ધર્મ બદલવા મજબૂર કર્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવ્યું, લગ્ન માટે  પરિવારને ધર્મ બદલવા મજબૂર કર્યાનો આક્ષેપ
સોર્સ : AI

Surat news: સુરત જિલ્લામાં ગરીબ અને ભોળા આદિવાસીઓના ધર્માંતરણના વર્ષો જૂના આક્ષેપો આખરે સાચા ઠર્યા છે! દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એક સરકારી શાળાના આચાર્ય, જે ખ્રિસ્તી પાસ્ટર પણ છે, તેણે આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવ્યું અને લગ્ન માટે આખા પરિવારને ધર્મ બદલવા મજબૂર કર્યો.

App Store

સમગ્ર ઘટના છે બારડોલીના સાંસદ પરભુ વસાવાનો વિસ્તાર સુરત જિલ્લાના માંડવી તાલુકાની. એક યુવતીને પહેલા ક્લિનિક ચલાવતા ડૉ. અંકિત રામજી ચૌધરીએ પ્રેમજાળમાં ફસાવી. બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું અને પછી તેનો ધર્મ પરિવર્તન કરાવીને હિન્દુ આદિવાસીમાંથી ખ્રિસ્તી બનાવી દીધી! એટલું જ નહીં, અંકિતે લગ્ન માટે આખી યુવતીના પરિવારને ધર્મ પરિવર્તન કરાવવાની ઘૃણાસ્પદ શરત મૂકી! પરિવારે ના પાડતાં યુવતીએ માંડવી પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો. પોલીસે અંકિતની ધરપકડ કરી છે.