VIDEO: બારડોલીમાં ટ્રેન અડફેટે કોલેજ વિદ્યાર્થીનું કરુણ મોત
સોર્સ : gstv
સુરત જિલ્લાના બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલય સામે રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું મોત થયુ છે...ચલથાણના વાકાનેડા ગામનો ૧૮ વર્ષીય મયુર નાયકા હિન્સાર વીકલી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. મયુર બારડોલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ બારડોલી રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે આ માને વધુ તપાસ હાથ ધરી છે.

