VIDEO: સુરતના લિંબાયતમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ બનાવૂં નિશાન, હજારોની ચોરી
સોર્સ : gstv
સુરતના લિંબાયત વિસ્તારમાં પ્લોટ નંબર 149 ખાતે આવેલી એક કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનદાર મોહમ્મદ સાદાબ રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને સવારે 6:30 વાગ્યે પરત આવતા તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો દુકાનમાંથી અગત્યનો કરિયાણાનો સામાન અને ગલ્લામાં રહેલા અંદાજે 30 હજારથી 40 હજારની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દુકાનદારે સવારે 7 વાગ્યે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને સઘન શોધખોળ શરૂ કરી છે.

