Surat: મહિધરપુરાના ગણપતિ પંડાલોમાં ચોરી, ગણતરીના કલાકોમાં ઉકેલાયો ભેદ
સોર્સ : gstv
સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલોમાં ચોરીની ઘટનાઓએ ચકચાર મચાવી હતી. રાત્રીના સમયે બે વ્યક્તિઓએ એક નહીં, બે નહીં, પરંતુ આઠ પંડાલોમાં ચોરી કરી હતી, જેની માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.
ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે આકાશ અને સાહીલ નામના બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓને કોઝવે અને સ્ટેશન વિસ્તારથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી છે,

