Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After fake toll plaza and court, now fake visa factory caught in Surat

Surat news: અડાજણમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: અડાજણમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા
સોર્સ : GSTV

ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું સામે આવી ચુક્યું છે. જેમાં ખાદ્ય વસ્તુઓથી લઈને પોલીસ, કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ નકલી હોવાનો ખુલાસો થયો હતો. હવે આ યાદીમાં અન્ય એક સમાવેશ થઈ ચુક્યો છે. હકીકમતાં સુરતમાંથી હવે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. 

App Store

નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ, સુરત PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા.

પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી

પોલીસે આ મામલે પ્રતિક શાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ 5 વિઝા સ્ટીકર મળ્યા હતા, તે જપ્ત કર્યા છે. સમગ્ર તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો.