VIDEO: દક્ષિણ ગુજરાતની આધુનિક લાજપોર જેલ સુરક્ષા મુદ્દે નિષ્ક્રિય સાબિત થઈ
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતની સૌથી આધુનિક ગણાતી સુરતની લાજપોર જેલ ફરી એકવાર વહીવટી બેદરકારી અને સુરક્ષા ક્ષતિના કારણે ગંભીર વિવાદમાં સપડાઈ છે. જેલના અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રશાસનની પોલ ખુલી ગઈ છે. જેલની ચાર દીવાલો પાછળથી ગંભીર ગુનાઓ અને હત્યા જેવા સળગતા ષડયંત્ર રચાઈ રહ્યા હોવાના બનાવો સામે આવતા હોવા છતાં, લાજપોર જેલ તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય અને મૂકપ્રેક્ષક બન્યું છે. સુરક્ષાના કડક દાવાઓ કરતી જેલ ઓથોરિટીની આ ગંભીર લાપરવાહીના કારણે સુરત શહેરમાં ભારે ચર્ચા જાગી છે અને જેલની સુરક્ષા વ્યવસ્થા સામે લોકો દ્વારા લાખો સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.

