Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The level of the causeway has increased, it will be closed again

Surat News: વિયર કમ કોઝવેની સપાટી વધી, 7 દિવસમાં વાહન વ્યવહાર માટે ફરી કરાયો બંધ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: વિયર કમ કોઝવેની સપાટી વધી, 7 દિવસમાં વાહન વ્યવહાર માટે ફરી કરાયો બંધ
સોર્સ : GSTV

સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે. 

App Store

50 દિવસ બાદ ખોલાયો હતો

સુરતમાંથી પસાર થતી તાપી નદી પર સિંગણપોર- રાંદેર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે આ ચોમાસામાં પહેલી વાર 23 જુનના રોજ બંધ કરાયો હતો. 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો જેના કારણે રાંદેર- સિંગણપોર- કતારગામ જતા વાહનચાલકોને મોટી રાહત થઈ હતી.

સાત દિવસમાં ફરી બંધ

સાત દિવસમાં જ કોઝવેની સપાટી ફરી વધીને 5.95 મીટર થઈ જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે બંધ થતા હવે રાંદેર-કતારગામ-સિંગણપોર તરફ જતા વાહન ચાલકોએ જહાંગીરપુરા ડભોલી બ્રિજ અથવા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવો પડશે. 

 

ટોપિક્સ:suratcozwayclosed