Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The balcony of the building collapsed in Pandesara, Surat, the fire brigade successfully rescued the trapped people.

સુરતના પાંડેસરામાં મકાનની બાલ્કની ધરાશાયી, ફાયર બ્રિગેડે ફસાયેલા લોકોનું કર્યું સફળ રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિ નગરમાં એક મકાનની બાલ્કનીનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો છે. પ્રચંડ અવાજ સાથે બાલ્કનીનો આખો છતનો ભાગ નીચે તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ​ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને સતર્કતા દાખવીને તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મકાનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

App Store

​સદનસીબે, આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.