VIDEO: સુરતમાં પુણાગામ ખાતે કચરામાં શંકાસ્પદ આગ
સોર્સ : gstv
સુરતના પુણાગામ અંજની બુટભવાની BRTS રોડ સ્થિત અંજની ખાડી બ્રિજ પાસે આવેલા હોટ ફિક્સના પ્લાસ્ટિક કચરામાં અચાનક આગ લાગી હતી. અહીં દર બે દિવસે કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિક રહાશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છે. જો આ રીતે વારંવાર બનતી બેદરકારીભરી ઘટનાઓ પર વહેલી તકે કાબૂ મેળવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

