Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat's Dindoli late night bloody game, 20-year-old youth killed!

VIDEO: સુરતના ડિંડોલીમાં મોડી રાત્રે રક્તરંજિત ખેલ, ૨૦ વર્ષીય યુવકની હત્યાથી ચકચાર!

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ પાસે મોડી રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકની ઓળખ ૨૦ વર્ષીય રાજ દુબે તરીકે થઈ હતી, જે બાઈક લોન રિકવરીનું કામ કરતો હતો. બનાવ અંગેની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

App Store