VIDEO : Surat પોલીસનો સપાટો, આંબેડકર નગરમાં હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ
સોર્સ : gstv
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં જીવલેણ હુમલો કરનાર પાંચ આરોપીઓની શાન પોલીસે ઠેકાણે લાવી છે. વેસુ પોલીસે તમામ પાંચ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કેટલાક લોકોએ આરોપીઓ પર ટપલી દાવ પણ કર્યો હતો. પોલીસે જાહેરમાં આરોપીઓની કડક 'સર્વિસ' કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસ કામગીરીની પ્રશંસા કરી હતી.

