VIDEO: સુરત પોલીસે 500 કિમી પીછો કરી અપહૃત યુવકને બચાવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
ગુજરાતના સુરત શહેરમાંથી અપહરણ કરાયેલા એક યુવકને ઉગારી લેવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અજાણ્યા બદમાશો દ્વારા યુવકનું અપહરણ કરવામાં આવ્યાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી સતત 500 કિલોમીટર સુધી આરોપીઓનો પીછો કર્યો હતો. ફિલ્મી ઢબે હાથ ધરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પોલીસે અપહૃત યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ સાથે જ અપહરણના ગુનામાં સંકળાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને અપહરણ પાછળના મુખ્ય કારણ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

