Surat News: મોડેલ હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતા વિવાદોમાં સંપડાયા

સોર્સ : GSTV
સુરતથી આમ આદમી પાર્ટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદથી હની વિવાદોમાં છે. તેમની ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. ત્યારબાદથી જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કેમ કે, સોશિયલ મીડિયા પર બિયરનો ગ્લાસ ભરતી અને સ્મોકિંગ કરતા હનીનો વિડીયો વાયરલ થયો છે.
જો કે, આ મામલે હની પટેલે સ્પષ્ટતા કરી છે કે, આ વાયરલ વીડિયો તેમનો ભૂતકાળ છે. બિયરનો ગ્લાસ તે માત્ર ભરે છે, પીતી નથી. સ્મોકિંગના વીડિયો નિકોટિન ફ્રી ઇલેક્ટ્રિક વેપના છે અને તે દુબઈના છે. વિડીયો વાયરલ કરી તેમને બદનામ કરવાના આક્ષેપ હની પટેલે કર્યા છે.

