Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Terrorist caught by Gujarat ATS in Sabarmati Jail beaten by other prisoners

સાબરમતી જેલમાં મારામારી, ગુજરાત ATS એ પકડેલા આતંકીને અન્ય કેદીઓએ માર્યો; સિવિલમાં ખસેડાયો

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સાબરમતી જેલમાં મારામારી, ગુજરાત ATS એ પકડેલા આતંકીને અન્ય કેદીઓએ માર્યો; સિવિલમાં ખસેડાયો
સોર્સ : google

ગુજરાતમાં સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારમારીનો બનાવ સામે આવ્યો છે. ગુજરાત ATS એ 9 નવેમ્બરે  પકડેલા આતંકીઓને અન્ય કેદીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મારમારીના આ બનાવને લઈ જેલમાં પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. કઈ બાબતે મારમારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store

ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ગુજરાતની સાબરમતી જેલમાં ATSએ ઝડપેલા ત્રણ આંતકીઓનો રાખવામાં આવ્યા છે. આ ત્રણમાંથી અહેમદ નામના આંતકી પર સેન્ટ્રલમાં જેલમાં રહેલા અન્ય કેદીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આંતકી અહેમદને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ત્રણેય આંતકીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યા છે. 

કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે. જેલના ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.  ડો.સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતો. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો.