Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat news: College student commits suicide in Randor, Surat

Surat news: સુરતના રાંદોરમાં કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, છેલ્લા ઘણા દિવસોથી હતી ડિપ્રેશનમાં

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: સુરતના રાંદોરમાં કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, છેલ્લા ઘણા દિવસોથી હતી ડિપ્રેશનમાં
સોર્સ : gstv

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં 20 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. મળતા અહેવાલ પ્રમાણે વિદ્યાર્થિનીની ઓળખ નિકિતા પરમાર તરીકે થઈ છે. વિદ્યાર્થિની કોમર્સ કોલેજના B.Com ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા આપ્યા બાદ તે ઘણા સમયથી પરેશાન રહેતી હતી.

App Store

કેટલાક વિષયોમાં ATKT આવી જતા તે વધુ ઉંડા આઘાતમાં જતી રહી

રિઝલ્ટ આવ્યા બાદ કેટલાક વિષયોમાં ATKT આવી જતા તે વધુ ઉંડા આઘાતમાં જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તારણ અનુસાર વિદ્યાર્થિનીએ રિઝલ્ટમાં ATKT આવવાના કારણે જ આત્મહત્યા કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. વિદ્યાર્થિની સુરતના રાંદેરના ઈદાયત નગર પાલનપુર પાટિયા પાસે રહેતી હતી.

પોલીસ તપાસ શરૂ

તે મહારાજ  કૃષ્ણકુમાર કોલેજમાં અભ્યાસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ સમગ્ર મામલે ઝીંણવટ પૂર્વક તપાસ કરી રહી છે. જોકે પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ હાલ મળી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓમાં પ્રમાણ વધી રહ્યું છે, તે સભ્ય સમાજ માટે ચિંતાનો વિષય છે.