Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat LCB's big action, pasdoda's multi-crore racket busted

VIDEO: સુરત એલસીબીની મોટી કાર્યવાહી, પાસદોડાના કરોડોના રેકેટનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લા એલસીબીએ વનસ્પતિ જન્ય પ્રતિબંધિત માદક પદાર્થ પાસદોડાના કરોડોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પલસાણાના ટૂંડી ગામની હદમાંથી ટ્રકમાંથી ૨ હજાર ૫૦૦ કિલો પાસદોડાનો જથ્થો ઝડપાયો છે. ચાર કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાઈસ ક્રેકર્સ અને ચોખાની પાપડની આડમાં છુપાવીને લઈ જવાતો આ જથ્થો મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવાનો હતો. ચાલકને એક ટ્રિપના ૭૦ હજાર રૂપિયા નક્કી કરાયા હતા. પોલીસે ટ્રકના ચાલક સુનિલ ભવરલાલ બિશનોઈની ધરપકડ કરી છે. જ્યારે જથ્થો મંગાવનાર જોધપુરના સુમેર રામ દેવારામ બિશનોઈ અને મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

App Store