Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : surat Health - Food Department conducted food checking in various areas of the city

VIDEO : સુરતમાં મિલ્કશેક અને બરફના ગોળાઓ ખાનારા ચેતજો, આરોગ્ય વિભાગે વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં ઉનાળાની સીઝન જામતા જ ખાણીપીણીના શોખીનો માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મેંગો મિલ્ક શેક અને આઈસ ડિશનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન ૨૧ જેટલા મેંગો મિલ્ક શેક અને ૧૫ જેટલા આઈસ ડિશના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ્સમાં હાનિકારક એડેડ કલર, સેકરીન અને મલાઈ જેવા પદાર્થોની ભેળસેળ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. તમામ નમૂનાઓને પરીક્ષણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

App Store