Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Crime Branch arrested two accused in a drug case

VIDEO: સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના નેટવર્ક સામે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે મીંઢોળા ખાતેથી તૌકીર ઉર્ફે બિલ્લા રઈશ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ભેસ્તાનના યાસીન સલમાન શેખે તૌકીર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીઓ મુંબઈના સમીર પાસેથી ડ્રગ્સ મેળવતા હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારબાદ પોલીસે ભેસ્તાનના યાસીન સલમાન શેખની પણ ધરપકડ કરી હતી. યાસીન વિરુદ્ધ અગાઉ NDPSના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ.1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ યાસીન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કોને આપતો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. 

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News