Surat/ સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત સજા

સુરતના કતારગામ વિસ્તારમાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં નામદાર કોર્ટે આજે એક મોટો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સંજયકુમાર અમૃતભાઈ વણકરને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
શું હતો મામલો?
આ ઘટના ગત 6 એપ્રિલ 2024 ના રોજ બની હતી. આરોપી સંજયકુમાર વણકર ભોગ બનનાર 16 વર્ષની સગીરાને પોતાની બાઇક પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. આરોપીએ સગીરાએ સાથે બે થી ત્રણ દિવસ સુધી અવરનવર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા, કતારગામ પોલીસે તાત્કાલિક ગુન્હો નોંધીને આરોપી સંજયકુમાર વણકરને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પુરાવાઓના આધારે સજા
પોલીસે આ કેસમાં ઝડપી અને અસરકારક તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે આરોપી વિરુદ્ધ તમામ મજબૂત પુરાવાઓ એકત્રિત કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે રજૂ કરાયેલા તમામ પુરાવાઓ અને દસ્તાવેજોને ધ્યાનમાં લીધા હતા. પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દુષ્કર્મનો દોષિત જાહેર કર્યો અને સમાજમાં કડક સંદેશ આપવા માટે 20 વર્ષની સખત સજાનો ચુકાદો આપ્યો છે.

