VIDEO: સુરતમાં રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ, વાયરલ ફીવરમાં ૪૦ ટકા ઉછાળો
સોર્સ : gstv
સુરત શહેરમાં રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાતા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હવામાનમાં બદલાવના કારણે વાયરલ ફીવરના કેસોમાં ૩૦ થી ૪૦ ટકાનો સીધો વધારો થયો છે. તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોઈડ અને વાયરલ ફીવરના રોજના સરેરાશ ૬૦૦ થી ૭૦૦ જેટલા રૂટિન કેસો સામે આવી રહ્યા છે. સતત વધી રહેલી દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

