Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Shocking revelations in the suicide case of a teacher from Qatargam,

Surat: કતારગામની શિક્ષિકાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપીની જામીન અરજી પર સુનાવણી 1 સપ્ટેમ્બરે

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાત કેસમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં આરોપી કિશોરની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના એડવોકેટ પિયુષ માંગુકિયાએ ગંભીર આરોપો રજૂ કર્યા હતા. એડવોકેટે દલીલ કરી હતી કે આરોપી કિશોરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે પીડિતા ગર્ભવતી રહી હતી. આ ખુલાસાએ કેસને વધુ ગંભીર બનાવ્યો છે.

App Store

ફરિયાદી પક્ષના એડવોકેટ પિયુષ માંગુકિયાએ કોર્ટ સમક્ષ દલીલ કરી કે આરોપીને હાલ જામીન આપવા જોઈએ નહીં, કારણ કે તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. તેમણે જણાવ્યું કે આરોપીની હરકતોને કારણે પીડિતાને માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગનો સામનો કરવો પડ્યો, જેના પરિણામે તેણે આપઘાત કર્યો. આ કેસમાં આગામી સુનાવણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ નક્કી થઈ છે, અને આરોપી કિશોર સામે નવી કલમો ઉમેરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ ઘટના 13 જુલાઈ, 2025ના રોજ બની હતી, સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું