20 હજાર કિલો રીંગણ અને 1 લાખ રોટલા સાથે યોજાયો શાકોત્સવ, સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સવા લાખ હરિભક્તોએ લીધો પ્રસાદ

દિવાળી બાદથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ યોજાતા હોય છે. ત્યારે સુરતના કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુંભ મેળાની જેમ માનવ મહેરામણ ઉમટ્યો હતો. શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા. 20 હજાર કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી.
સવા લાખ હરિભક્તોએ લીધો પ્રસાદ
ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદની નિશ્રામાં લક્ષ્મી નારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બે હજારથી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી હતી. શાકોત્સવમાં 20 હજાર કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે. સાથે સાથે 12 હજાર કિલો બાજરના લોટના રોટલા લગભગ 1 લાખ જેટલી સંખ્યામાં રોટલા તૈયાર કરાયા છે. સાથે 10,000 કિલો ખીચડી, 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર, અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા. શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે 10 જેટલા ચુલા તૈયાર કરાયા હતા. જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થયો હતો. 1 લાખ ભક્તો ભોજન પ્રસાદ લીધો હતો.
લાલજી મહારાજે આપ્યા આશીર્વાદ
લાલાજી મહારાજએ આશીર્વાદ આપતાં કહ્યું કે, આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પણ મહત્ત્વ સમજો છો તેનો ગર્વ છે. આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પાછી પરંતુ પહેલા માણસ બનવાનું છે. રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશનાં બંધારણ મુજબ વર્તવાનું છે.ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષાપત્રીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી શકાય સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે.

