Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : A fight broke out between two parties over personal enmity in Kareda village

ભાવનગર: કરેડા ગામમાં અંગત અદાવતને લઈને બે પક્ષો વચ્ચે થઈ મારામારી, 4 શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભાવનગર: કરેડા ગામમાં અંગત અદાવતને લઈને બે પક્ષો વચ્ચે થઈ મારામારી, 4 શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતના ભાવનગરમાંથી મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં જુની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોને  ગંભીર ઈજાઓ પહોચી હતી.

App Store

જૂની અદાવતને લઈને થઈ મારામારી

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમા રહેતા ગોહેલ અશોકસિંહને તે જ ગામમાં રહેતા ભુપતભાઈ સોલંકી સાથે જૂની અદાવતને લઈને અગાઉ પણ બોલાચાલી થઈ હતી.

4 શખ્સોને પહોંચી ગંભીર ઈજા

આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બન્ને પક્ષે મારામારી સર્જાઈ હતી. જેમાં બંને પક્ષના લોકો આમને સામને આવી જતા ચાર લોકોને ઈજા થઈ હતી, જે તમામ લોકોને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી છે.